મારી નવી સાઈટની મુલાકાત લો..!

મે 4, 2010

આપ સૌને જણાવતા ઘણો જ આનંદ થાય છે કે મારા ત્રણ બ્લોગને સાંકળતી આ મારી પોતાની વેબસાઈટ ચાલુ કરી છે…! છેલ્લા થોડા દિવસથી વેબસાઈટને ઉભી કરવામાં અને વાચક મિત્રોને બધી સગવડતા મળી રહે તે માટે મથામણ કરતો હતો…! સૌથી મોટી તકલીફ પડી ત્યારે કે જ્યારે બધી પોસ્ટને ઇમ્પોર્ટ કરી અને મારી વેબસાઈટ પર ગુજરાતીને જગ્યાએ ??? પ્રશ્નાર્થ ચિન્હો દેખાવા લાગ્યા…!
પછી થઈ ખરી શરુઆત… બહુ મથામણ કરી… આમ તો કોમ્પ્યુટર ઈન્જીનીયર હોવાથી મને બહું તકલીફ પડતી નથી મારા બ્લોગ સંબંધી કોઈ પણ મુસ્કેલીઓ માટે… પણ આ વખતે હું જાણે ફસાઈ ગયો હતો… અને ત્રણ દિવસના અથાગ પ્રયત્ન પછી વર્ડપ્રેસનુ વર્ઝન ડાઉનગ્રેડ કર્યુ અને ચમત્કાર થયો અને બધુ બરાબર ચાલવા લાગ્યું…!
હવે વાત… થોડા પરિવર્તનોની… ત્રણ બ્લોગ એકજ જગ્યાએ… અવાજ અને દૃશ્યની સગવડતા અને અન્ય ઘણી સગવડતાઓ સાથે આપ નીચે જણાવેલી વસ્તુઓ અપેક્ષી શકો છો…
બ્લોગ ૧ – શબ્દ સાગરના કિનારે – (http://vortexofwords.com/shabd/) – મારી લખેલી તથા મને ગમતી રચનાઓ… શક્ય હોય ત્યાં અવાજ અને દૃશ્ય સાથે… ઉપરાંત, હાસ્ય જગત વિભાગમાં ગુજરાતી હાસ્ય જગતનો સૌથી મોટો ખજાનો… મિર્ઝા ગાલિબ વિભાગમાં જનાબ મિર્ઝા ગાલિબની રચનાઓનુ સૌથી મોટા પાયે ગુજરાતીમાં અનુવાદનો સ્વ-રચિત સંગ્રહ…
બ્લોગ ૨ – વિચારોના વમળમાં – (http://www.vortexofwords.com/thoughts/) – મારો તાજેતરમાં ચાલુ થયેલો બ્લોગ કે જે સળાગતા સવાલોને વિચારોના વમળમાં મુકીને તેનુ મનોમંથન કરે છે…
બ્લોગ ૩ – ભકિતરસ – (http://www.vortexofwords.com/god/) – પ્રભુભકિતની વાતો… ભજન… આરતી… પ્રભાતિયા… આધ્યાત્મની વાતો… સ્વર સહિતની રચનાઓ… અને અન્ય પ્રભુમય ગમતીલી વાતો…
આપ સૌને ભાવભીનુ આમંત્રણ છે મારી નવી વેબસાઈટની મુલાકાત લેવા માટૅ…! મિત્રો કે જેઓ પોતાના બ્લોગ પર ગુજરાતી બ્લોગ જગતની સુચી ધરાવે છે તે બધાને મારા બ્લોગની લીંક અપડેટ કરવાની નમ્ર નિવેદન…
આપનો મિત્ર
રાજીવ

Advertisements

રામદેવપીરની ધુન

ઓગસ્ટ 31, 2009

આ અલખધણીના અવતારી… રામદેવપીર જય રામદેવપીર…
આ દ્વારકાધીશના અંશકારી… રામદેવપીર જય રામદેવપીર…
આ નકલંક છે નેજાધારી… રામદેવપીર જય રામદેવપીર…
આ દિવ્ય વિભુતી અમત્કારી… રામદેવપીર જય રામદેવપીર…
આ અલખધણીના અવતારી… રામદેવપીર જય રામદેવપીર…

ભાવિક ભક્તો ભાવધારી રામાપીરની જય બોલો
શ્રધ્ધાળુ સૌ નરનારી હિંદવાપીરની જય બોલો

આ આવ્યા પોકરણગઢ નગરી… રામદેવપીર જય રામદેવપીર…
આ પ્રગટ્યા કંકુ પગલા કરી… રામદેવપીર જય રામદેવપીર…
આ પારણિયે પોઢ્યા હરી… રામદેવપીર જય રામદેવપીર…
આ પ્રભુ પધારિયા કૃપા કરી… રામદેવપીર જય રામદેવપીર…
આ અલખધણીના અવતારી… રામદેવપીર જય રામદેવપીર…

ભાવિક ભક્તો ભાવધારી રામાપીરની જય બોલો
શ્રધ્ધાળુ સૌ નરનારી હિંદવાપીરની જય બોલો

આ કનક આભુષણધારી… રામદેવપીર જય રામદેવપીર…
આ મખમલના જામધારી… રામદેવપીર જય રામદેવપીર…
આ શસ્ત્ર ખડગ ભાલાધારી… રામદેવપીર જય રામદેવપીર…
આ શત્રુ કાજ પ્રલયકારી… રામદેવપીર જય રામદેવપીર…
આ અલખધણીના અવતારી… રામદેવપીર જય રામદેવપીર…

ભાવિક ભક્તો ભાવધારી રામાપીરની જય બોલો
શ્રધ્ધાળુ સૌ નરનારી હિંદવાપીરની જય બોલો

આ અજુકત અતુલ બળધારી… રામદેવપીર જય રામદેવપીર…
આ દેવશ્રી અસિમદયા ધારી… રામદેવપીર જય રામદેવપીર…
આ સૃષ્ટિ તણા કલ્યાણકારી… રામદેવપીર જય રામદેવપીર…
આ પરદુઃખે પરોપકારી… રામદેવપીર જય રામદેવપીર…
આ અલખધણીના અવતારી… રામદેવપીર જય રામદેવપીર…

ભાવિક ભક્તો ભાવધારી રામાપીરની જય બોલો
શ્રધ્ધાળુ સૌ નરનારી હિંદવાપીરની જય બોલો

આ દૃષ્ટોના દમનકારી… રામદેવપીર જય રામદેવપીર…
આ દિન તણા રક્ષણકારી… રામદેવપીર જય રામદેવપીર…
આ ભક્તોના તારનહારી… રામદેવપીર જય રામદેવપીર…
આ જનજનના પાલનકારી… રામદેવપીર જય રામદેવપીર…
આ અલખધણીના અવતારી… રામદેવપીર જય રામદેવપીર…

ભાવિક ભક્તો ભાવધારી રામાપીરની જય બોલો
શ્રધ્ધાળુ સૌ નરનારી હિંદવાપીરની જય બોલો

રમો રમો રામદેવ…

ઓગસ્ટ 24, 2009

રમો રમો રામદેવ ખેલો કુંવર મારી પત રાખો પર દંગાજી
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

ઉગ્યો રવિને કિરણાયું કિધી ત્યારે વાણિયે વાણ હંકારીયા જી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

એબ ગેબના વાગે નગારા મારેકાને મંજીરા સુનાયાજી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

સોનાની પાવડીને રુપાની બાવડી રૂમઝુમ કરતા આવ્યાજી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

વાણિયાની જહાજ બેડી બુડવાને લાગી ત્યારે હિંદવાપીરને સમર્યાજી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

હરી ચરણે ભાટી હરજી બોલ્યા તારા બાનાની પત રાખોજી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

સમરો બાર બીજના પતિ

ઓગસ્ટ 17, 2009

સમરો બાર બીજના પતિ, બાર બીજના પતિ,
એની અદ્ભુત છે રે ગતિ… સમરો બાર બીજના પતિ… (૩)

એ… લીલા ઘોડે પીર રામદેવ બેઠા ધરમની ધજા ફરકતી…
ગત ગંગા આરાધે પીરને…(૨) મળી જતીને સતી….
સમરો બાર બીજના પતિ… (૩)

એ… નવ રે ખંડમાં નોબત વાગે અખંડ જ્યોતિ જરકતી…
સોનાની ચાખડીને ભમરીયો ભાલો શોભે તાજયતિ…
સમરો બાર બીજના પતિ… (૩)

એ… અનેક ભક્તોના દુઃખડા ટાળ્યા, ટાળી છે વીપતી…
મુવા ભાણેજ સજીવન કર્યો હરખે બેની હરખતી…
સમરો બાર બીજના પતિ… (૩)

એ… મોટા મોટા શીશ નમાવે, ભાવે દુનિયા ભજતી…
પરગટ પીરના પરગટ પરચા ઠેરઠેર સ્થાપના થતી…
સમરો બાર બીજના પતિ… (૩)

એ… નરનારી મળી ઉતારે આરતી મુર્તિ સુંદર શોભતિ…
દાસ કાશી ગુરૂ પ્રતાપે ચાહું શરણાગતિ…
સમરો બાર બીજના પતિ… (૩)

સમરો બાર બીજના પતિ, બાર બીજના પતિ,
એની અદ્ભુત છે રે ગતિ… સમરો બાર બીજના પતિ… (૩)

રામદેવપીરની આરતી

ઓગસ્ટ 10, 2009

પીછમ ધરાસુ મારા બાપજી પધાર્યા
ઘર અજમલ અવતાર લીયો

લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે… પીછમ ધરાસુ…

ગંગા યમુના બહે રે સરસ્વતી
રામદેવ બાબા સ્નાન કરે…
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે…

વીણા રે તંદુરા બાબા નોબત બાજે
ઝાલરની રે ઝણકાર પડે…
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે…

ધિરત મીઠાઈ બાબા ચઢે તારે ચુરમો
ધુપ ગુગળ મહેકાર કરે…
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે…

દૂરા રે દેશાસુ બાબા આવે તારે જાતરી
સમાધી કે આગે આવી નમન કરે…
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે…

હરિ શરણાં મે ભાટી હરજી તો બોલ્યા
નવા રે ખંડા મે નિશાન ફીરે…
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે…